Gujarat
Gaurav
Foundation

Attention Students !

Specially Designed Concept Based ONLINE Test Modules in subjects like Mathematics, Science and General Knowledge; Specially for all the aspirants Grade 1 to 10;Both the Medium: English / Gujarati Ensure Conceptual Understanding Gradually & Enjoy Freedom From Cramming !

સમાજનો  વિકાસ  અને  સફળતા  તેના  શિક્ષિતપણા   સાથે  સુરેખ  અને  દીર્ઘ    રીતે   અવલંબે  છે.  કોઈ  પણ  સમાજની  આવતીકાલ   મહદઅંશે   તેની  આજે   વિકસિત   થઇ  રહેલી   પેઢીની  કેળવણી   પર  આધારિત   હોય  તે  સર્વસ્વીકાર્ય   વાસ્તવિકતા   છે.

ગુજરાત   ગૌરવ   ફાઉન્ડેશન સમાજ  ઉપયોગી   વિશેષત:  શૈક્ષણિક  ક્ષેત્ર   તેમજ   ગુજરાતી  ભાષાના   પ્રચાર  અને પ્રસાર   અંગે  કાર્યરત   સંસ્થા  છે.  સંસ્થાનો  મુખ્ય  આશય  સમાજના  મહત્તમ   લોકોને   ફળદાયકરૂપે   ઉપયોગી   બની  રહે  તેવી   પ્રવૃતિઓ  અને  ગતિવિધિઓનું   આયોજન  અને  અમલીકરણ    કરવાનો  છે.

ગુજરાત   ગૌરવ   ફાઉન્ડેશન શિક્ષણ  ક્ષેત્રે  બહોળો  અનુભવ   ધરાવતા  અને   વિદ્યાર્થીલક્ષી  પ્રવૃતિઓ  સાથે   વર્ષોથી   સંકળાયેલાં  અનુભવી  શિક્ષણવિદ્દો  દ્વારા   કાર્યરત   કરવામાં   આવેલ   એક  સંસ્થા છે   જે  ગુજરાતી  ભાષાના   પ્રસાર  અને   પ્રચાર  ઉપરાંત  વિશેષ  કરીને   શિક્ષણ  અને  વિદ્યાર્થીઓ  માટે  અનેકવિધ  પ્રવૃતિઓનું  આયોજન  અને  અમલીકરણ  માટે  સતત   કાર્યરત  છે. શિક્ષણ  ક્ષેત્ર   અને   વિદ્યાર્થી  સમુદાયને  સમર્પિત    તેમજ  ગુજરાતી   ભાષા   પ્રત્યે   વિશેષ   લગાવ   અને   લાગણી   ધરાવતા  સમાજના  પ્રબુધ્ધ  નાગરિકો   ગુજરાતી  ભાષાના  પ્રચાર  અને   પ્રસારના  કાર્યમાં   વિશેષ  પ્રતિબધ્ધતાથી   ગુજરાત   ગૌરવ   ફાઉન્ડેશન  સાથે   સંકળાયેલ  છે.  આ  માટે   ગુજરાત   ગૌરવ  ફાઉન્ડેશન   દ્વારા   વિવિધ  પ્રવૃતિઓ  અને  સેમિનારનું  આયોજન  કરવામાં  આવે  છે

આજ  પર્યન્ત  અંગ્રેજી  માધ્યમમાં    પ્રાથમિક    વિભાગમાં   અભ્યાસરત   વિદ્યાર્થીઓ  માટે   રાજ્ય  અને  રાષ્ટ્રીય  સ્તરે   અનેક  સ્પર્ધાત્મક  કસોટીઓ  ઉપલબ્ધ હતી  જયારે   ગુજરાતી  ભાષાના   વિદ્યાર્થીઓ   આ  બાબતે  ત્રુટિ   ભોગવી રહ્યા હતા  તેમજ   આ પ્રકારના  મહાવરાઓના  અભાવે   ઉચ્ચ   અભ્યાસક્ષેત્રે   પ્રવેશ  માટેની   જરૂરી  સ્પર્ધાત્મક  કસોટીઓમાં  તેઓને  સાપેક્ષપણે   વિશેષ   તકલીફોનો   સામનો  કરવો  પડતો  હોવાનું  અનુભવવામાં આવ્યું છે.

ગુજરાતી   માધ્યમમાં   અભ્યાસ  કરી  રહેલા   તમામ   વિદ્યાર્થીઓ  માટે   કઈંક   વિશેષ  કરવા  સતત  પ્રયત્નશીલ  ગુજરાત   ગૌરવ   ફાઉન્ડેશન  દ્વારા  આ  કમી   દૂર   કરવાના વિદ્યાર્થીલક્ષી  કદમ  તરીકેની    એક    વિશેષ   પહેલ   હેઠળ   ગુજરાતી  ભાષામાં  સર્વપ્રથમ વખત  ઓલિમ્પિયાડ  -  ક્ષમતા  આકલન   કસોટીઓ   નું  અત્યંત  સુગઠિત   શૈલીમાં  આયોજન   કરવામાં  આવેલ  છે.  ગુજરાત  ગૌરવ   ફાઉન્ડેશનની   ગુજરાતી  ભાષાના   સર્વપ્રથમ  ઓલિમ્પિયાડ - ક્ષમતા  આકલન   કસોટીઓના  આયોજન  અને અમલીકરણની  પહેલમાં  શિક્ષણ  જગત  જોડે  વર્ષોથી  સાથે  સંકળાયેલા  અનુભવી  અને  વિદ્યાર્થી  હિતેચ્છુ  શિક્ષણવિદો  પોતાની  સેવાઓ  આપી  રહ્યા  છે.

અત્રે  ખાસ  નોંધ  લેવી  ઘટે  કે  શાળાઓ  અને  વિદ્યાર્થીઓની  અપેક્ષાઓને  ધ્યાને  લઈને  શૈક્ષણિક  વર્ષ    2021 - 22 થી   અંગ્રેજી  માધ્યમના  ધોરણ  1 થી  10  ના  વિદ્યાર્થીઓ  માટે  પણ  ક્ષમતા  આકલન   કસોટીઓનું  આયોજન  કરવામાં  આવી  રહ્યું  છે.  

આ  ક્ષમતા  આકલન  કસોટીઓ  થકી   વિદ્યાર્થીઓ  લઘુત્તમપણે  રાજ્ય  કક્ષાના  સ્તરનો  અનુભવ  તો  ચોક્કસ મેળવશે  જ  તે ઉપરાંત   પોતાના  ક્ષમતા  સુધાર  અંગે  એક  વિશેષ  દિશાસૂચન  પણ  મેળવી  શકશે  જે  તેઓને   ભવિષ્યની  શૈક્ષણિક  હરીફાઈઓનો  સામનો કરવા  માનસિક  અને બૌદ્ધિકપણે  વિશેષ  જાગૃત  કરશે. 

આ   ઉપરાંત   ગુજરાત   ગૌરવ   ફાઉન્ડેશન   સમાજ  પ્રત્યેની   સહજ  ફરજ ના  ભાગરૂપ  ગણી   સમાજને  સ્પર્શતી   અનેકવિધ   સામાજીક   અને  સમૂહ   ઉપયોગી   બાબતો   જેમ  કે   વનીકરણ,  કુદરતી   સંસાધનોની   જાળવણી અને  સંવર્ધન,  જળ બચાવ   જાગૃતિ,   પ્રદુષણ  નિર્મૂલન,   સામાજીક   સૌહાર્દ,    પ્રખર રાષ્ટ્રવાદિતા,  જાહેર  સ્વચ્છતા  જેવી   વિવિધ   પ્રવૃતિઓનું  પણ  વિશેષ   આયોજન  કરે  છે  તેમજ    આ   પ્રકારની  સામાજીક   પ્રવૃતિઓમાં  જે  લોકો  રુચિ  ધરાવતા  હોય તેવા  લોકોને  ગુજરાત  ગૌરવ  ફાઉન્ડેશન  સહર્ષ  આવકારે  છે.