Gujarat
Gaurav
Foundation

Attention Students !

Specially Designed Concept Based ONLINE Test Modules in subjects like Mathematics, Science and General Knowledge; Specially for all the aspirants Grade 1 to 10;Both the Medium: English / Gujarati Ensure Conceptual Understanding Gradually & Enjoy Freedom From Cramming !

અમો  અત્યંત  ઉષ્માપૂર્વક  આવકારીએ  છીએ   એવા  તમામ  અનુભવી  વિષય શિક્ષકોને જેઓ  વિદ્યાર્થીઓને  કઈંક  વિશેષ  અને નાવિન્યપૂર્ણ  આપવા  ઇચ્છુક  છે.

ગુજરાત  ગૌરવ  ફાઉન્ડેશન  દ્રઢપણે  માને  છે કે કાર્યરત અને સિદ્ધહસ્ત  શિક્ષક  આદર્શપણે  વિદ્યાર્થીલક્ષી  સમતોલ કસોટીપત્રના  ગઠનમાં  અત્યંત  મહત્વપૂર્ણ  બની  રહે  છે.  અમારા  અનુભવી   વિષય શિક્ષકો   દ્વારા  અત્યંત  ચીવટપૂર્વક ઉચ્ચ પસંદગીના  ધારાધોરણો  મુજબ  ગુજરાત  ગૌરવ  ક્ષમતા  આકલન  કસોટી  પ્રશ્નપત્રો તૈયાર  કરવામાં  આવે  છે.

અમો  ચોક્કસપણે   માનીએ   છીએ   કે   વિદ્યાર્થીઓને   વિષય  નિપુણ   બનાવી  શકે   તેવું   વિષય  કૌશલ્ય   ધરાવતા   વિષયશિક્ષકોના   જ્ઞાનનો   લાભ  આપણાં   રાજ્યના   મહત્તમ   વિદ્યાર્થીઓને   ઉપલબ્ધ  બની  રહે  તે   ખરેખર  આદર્શ  બાબત  છે.  જો   આપ   એક  નિષ્ણાત   વિષય  શિક્ષક   તરીકે    વિદ્યાર્થીઓના  વિષયવસ્તુ  અંગેના   જ્ઞાન  અને  ક્ષમતાની  ગહન   ચકાસણી  કરે  તે  પ્રકારના  વૈવિધ્ય  ધરાવતા  સુગઠિત  પ્રશ્નો  ગુજરાત ગૌરવ  ફાઉન્ડેશનના   માધ્યમથી   રજુ  કરશો   તો  તે   બાબત   વિદ્યાર્થી  જગત  માટે  અત્યંત   ફાયદાકારક  બની  રહેશે.  

વિષય  શિક્ષકો  પોતાના  તરફથી  વિષય  વસ્તુના  મૂળભૂત  ખ્યાલને  અનુરૂપ  નૂતન  રીતે  ગઠિત  કરેલા  ક્ષમતાલક્ષી  પ્રશ્નો  મોકલવાશે  તો  અમારી  વિષયનિષ્ણાંત  સમિતિ તેમાંથી પસંદ  કરવામાં આવેલા પ્રશ્નોનો  ક્ષમતા આકલન  કસોટી  પ્રશ્નપત્રમાં  જરૂરથી  સમાવેશ  કરશે. આમ  થવાથી  અનેક  વિદ્યાર્થીઓને  આપના  વિષયજ્ઞાનનો  લાભ મળશે.

વિષય  શિક્ષકોએ  મોકલાવેલા  પ્રશ્નોમાંથી  પસંદગી  પામેલા  પ્રશ્નો  જે  વિષયશિક્ષકે  મોકલાવેલા  હશે  તેમને   વિશેષ  પ્રમાણપત્ર  આપવામાં  આવશે  ઉપરાંત  ગુજરાત  ગૌરવ  ફાઉન્ડેશનની  અધિકૃત  વેબસાઈટ  પર  તેઓની  ખાસ  નોંધ  કરવામાં આવશે. આપના  પ્રશ્નો  આપે   અત્રે આપેલા  પત્રકમાં  રજુ  કરવાના  રહેશે.