Gujarat
Gaurav
Foundation

Attention Students !

Specially Designed Concept Based ONLINE Test Modules in subjects like Mathematics, Science and General Knowledge; Specially for all the aspirants Grade 1 to 10;Both the Medium: English / Gujarati Ensure Conceptual Understanding Gradually & Enjoy Freedom From Cramming !

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  શું  છે ?

ક્ષમતા  આકલન  કસોટીઓ  એ  પ્રત્યેક  વિધ્યાર્થીમાં  રહેલી  વિષય  જ્ઞાન  અને  ક્ષમતાનું  તટસ્થ  પરીક્ષણ  અને  આકલન  કરવા  માટે  અનુભવી  અને  વિષય  નિષ્ણાત  શિક્ષકો  દ્વારા  ધોરણવાર   પાઠ્યપુસ્તક  પર  આધારિત  તૈયાર  કરવામાં  આવેલ  રાજ્ય  સ્તરની  કસોટીઓ  છે.

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  આપવાનો  શો  ફાયદો  છે?

ક્ષમતા  આકલન  કસોટીઓના  પ્રશ્નપત્રો  અનુભવી  અને  વિષય  નિષ્ણાત  શિક્ષકો  દ્વારા  તૈયાર  કરવામાં  આવે  છે.  આ  કસોટીઓના  પરિણામોના  આધારે  વિધ્યાર્થીઓ   તેમની  પોતાની  વિષયાંગિક  ક્ષમતા  વિષે  સ્પષ્ટ  ખ્યાલ  તો  મેળવે  જ  છે  તદુપરાંત  જરૂરી  સુધારાઓ  કરવા  દિશાનિર્દેશ  પણ  પ્રાપ્ત  કરે  છે.

  • ક્ષમતા  આકલન  કસોટીઓના  પ્રશ્નપત્રો  કયા  પાઠયક્રમ  પર  આધારિત  હોય  છે ?

ક્ષમતા  આકલન  કસોટીઓના  પ્રશ્નપત્રો  સામાન્યતઃ  ગુજરાત  રાજ્ય  પાઠ્યપુસ્તકના  અભ્યાસક્રમ  સાથે  NCERT  અભ્યાસક્રમ  પણ  મહદ  અંશે  આવરી  શકાય  તે  રીતે  તૈયાર  કરવામાં  આવે  છે.

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  કોણ  આપી  શકે ?

આ  કસોટીઓના  પ્રશ્નપત્રો  ગુજરાતી / અંગ્રેજી  ભાષામાં  હોવાથી  ગુજરાતી / અંગ્રેજી  માધ્યમમાં  અભ્યાસરત  વિધ્યાર્થીઓ  આ  કસોટીઓ  આપી  શકે  છે.  જો  કે  અન્ય  વિધ્યાર્થીઓને  આ  કસોટીઓ  આપવા  પર  કોઈ  પાબંદી  નથી. 

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  ક્યારે  લેવાય  છે  ?

આ  કસોટીઓ  શૈક્ષણિક  વર્ષમાં  એક  જ  વખત  જાન્યુઆરી – ફેબ્રુઆરી  મહિનાઓ  દરમ્યાન  લેવાય  છે જ્યારે  બધાજ  વિષયોના  અભ્યાસક્રમ  લગભગ  પૂર્ણ  થવામાં  હોય  અને  બધા  જ  વિધ્યાર્થીઓ  સારી  રીતે  આ  કસોટીઓ  લખી  શકે.  

  • ક્ષમતા  આકલન  કસોટીઓના  પરિણામો  ક્યારે  જાહેર  થાય  છે?

બધાજ  વિષયોની  કસોટીઓ  લેવાયાના  ચાર  થી  છ  અઠવાડિયામાં  પરિણામો  જે  તે  શાળા  ખાતે  મોકલવામાં  આવે  છે.  

  • ક્ષમતા  આકલન  કસોટીઓના  પ્રશ્નપત્રોનું  માળખું  શું  રહેશે  ?

આ  કસોટીઓના  પ્રશ્નપત્રો  સંપૂર્ણપણે  બહુવિકલ્પિય  પ્રશ્નો  પ્રકારનું  હોય  છે.  પ્રશ્નોનાં  જવાબ  OMR  જવાબવહી  પર  દર્શાવવાના  રહેશે.  પ્રત્યેક  પ્રશ્નનો  ગુણભાર  ૧ ( એક )  ગુણ  રહે  છે.

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  માટે  નોંધણી  શી  રીતે  કરાવી  શકાય ?

આ  કસોટીઓ  આપવા  માટે  વિધ્યાર્થીઓ  પોતાના  નામની  નોંધણી  પોતાની  શાળા  દ્વારા  કરાવી  શકે  છે.  કોઈ કારણસર  જો  આ  શક્ય  ન  હોય  તો  ગુજરાત  ગૌરવ  ફાઉન્ડેશનની  વેબસાઇટ  પર  જાતે  પણ  કરાવી  શકે  છે. 

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  માટે  શાળાએ  નોંધણી  શી  રીતે  કરવાની  રહેશે ?

આ  કસોટીઓ  માટે  શાળાએ  ગુજરાત  ગૌરવ  ફાઉન્ડેશનની  અધિકૃત  વેબસાઇટ  પર  શાળા  નોંધણી  માટેનું  પત્રક  ભરવાનું  રહેશે.  આમ  કરવાથી  શાળાને  એક  ખાસ  શાળા  નોંધણી  નંબર  મળશે. સંસ્થાની   વેબસાઇટ  પર  જ  વિધ્યાર્થીઓની  નોંધણી  કરવા  માટેના  પત્રકમાં  શાળાને  પ્રાપ્ત  થયેલો  નોંધણી  નંબર  લખી  શાળા  પોતાના  વિધ્યાર્થીઓની  આ  કસોટીઓ  માટે  નોંધણી  કરાવી  શકે  છે.

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  માટે  શાળાએ  કસોટી  ફી  શી  રીતે  મોકલવાની  રહેશે ?

આ  કસોટીઓ  માટેકુલ  વિધ્યાર્થીઓની  સંખ્યા  પ્રમાણેની  રકમનો  “ ગુજરાત  ગૌરવ  ફાઉન્ડેશન” ના  નામનો રાષ્ટ્રીયકૃત  બેન્કનો  રાજકોટ  શાખા  પરનો  ડિમાન્ડ  ડ્રાફ્ટ  તૈયાર  કરાવી સંસ્થાના  સરનામે  પરિક્ષાર્થી  નોંધણી  પત્રકો  સાથે મોકલવાનો  રહેશે. બેન્ક  ડિમાન્ડ  ડ્રાફ્ટ પાછળ શાળાનું  નામ અને  સંપર્ક  નબર  દર્શાવવો હિતાવહ  છે.

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  માટેના પ્રવેશપત્ર  હશે  કે  કેમ ? શાળાને  શી  રીતે  મળશે ?

શાળા  દ્વારા  મોકળાવેલો  બેન્ક  ડિમાંડ  ડ્રાફ્ટ  સંસ્થાને  મલ્યેથી  સંસ્થાની  વેબસાઇટ  પરથી  વિધ્યાર્થીઓના  પ્રવેશપત્રો  ડાઉનલોડ  કરી  શકાશે   જેના  પર  વિધ્યાર્થીનો  ફોટોગ્રાફ  લગાવી  શાળાના  આચાર્યશ્રીએ  પ્રમાણિત  કરવાનો  રહેશે.  પરીક્ષા  કેન્દ્ર  ખાતે  વિધ્યાર્થીએ  આ  પ્રવેશપત્ર  રજૂ  કરવું  જરૂરી  છે તેમજ  કસોટીઓના  પરિણામ  જાહેર  થઈ  જાય  ત્યાં  સુધી  તે  સાચવી  રાખવું  જરૂરી  છે. 

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  માટે  પરીક્ષા  સ્થળ  કયુ  રહેશે ?

પ્રારંભિક  તબક્કે  દરેક  વિધ્યાર્થીઓ  માટે  આ  કસોટીઓ  તેમની  શાળા  ખાતેજ  લેવાશે.  જે  માટે  પરિક્ષાર્થીઓની  ન્યુનત્તમ   સંખ્યા  ૫૦  હોવી  આવશ્યક  છે.  જો  વિષયવાર  પરીક્ષાર્થીઓની  સંખ્યા  ૫૦  વિધ્યાર્થીઓથી  ઓછી  હશે તો  અન્ય  નજીકની  શાળા  ખાતે  પરીક્ષાકેન્દ્રનું  આયોજન  રહેશે.

  • ક્ષમતા  આકલન  કસોટીઓ  માટેના  પ્રશ્નપત્રોની  વ્યવસ્થા  શી  રહેશે ?

દરેક  શાળાને  તેઓના  વિષયવાર  નોંધાયેલા  વિધ્યાર્થિઓની  સંખ્યામાં  પ્રશ્નપત્રો  સંસ્થા  તરફથી  શાળા  ખાતે  મોકલવામાં  આવશે  તેમજ  નક્કી  કરેલી  તારીખોએ  કસોટીઓ  પુર્ણ  થયેથી  જવાબવહીઓ  સંસ્થાના  સરનામા  પર  રજિસ્ટર્ડ  પોસ્ટ  દ્વારા  ચકાસણી  માટે  આચાર્યશ્રીએ  મોકલી  આપવાના  રહેશે.

  • આ  કસોટીઓ  અંતર્ગત  કયા  વિધ્યાર્થીઓ  પ્રમાણપત્ર  મેળવવાને  પાત્ર  રહેશે ?

આ  કસોટીઓ  આપનાર  દરેક  વિધ્યાર્થીઓ  પરિક્ષાર્થી  પ્રમાણપત્ર  મેળવવા  પાત્ર  રહેશે.  તદુપરાંત  શાળા  દ્વારા  રજીસ્ટર  કરવામાં  આવેલ  વિષય  શિક્ષકો,  શાળા  સંયોજકશ્રી  તેમજ  શાળાના  આચાર્યશ્રીને  વિશેષ  પ્રમાણપત્ર  એનાયત  કરવામાં  આવશે. શાળાના  ધોરણવાર પ્રથમ,  દ્વિતીય  અને  તૃતીય  ક્રમાંકિત  વિધ્યાર્થીઓપ્રમાણપત્ર  ઉપરાંત  વિશેષ  ચંદ્રક  પણ  મેળવવાને  પત્ર  રહેશે. ( ધોરણવાર  નોંધાયેલા  વિધ્યાર્થિઓની  સંખ્યાને  આધીન )

  • શાળાના  વિષય  શિક્ષકો  તરફથી  પ્રશ્નો  રજૂ  કરવાનો  શો   ફાયદો  છે  ?

આ  ગુજરાત  ગૌરવ  ફાઉન્ડેશન  સંસ્થા  સાથે  સંકળાયેલા  વિષય  નિષ્ણાત  શિક્ષકો  દ્વારા  આ  કસોટીઓના  પ્રશ્નપત્રો  તૈયાર  કરવામાં  આવે  છે.  જો  કે  સંસ્થા  દ્રઢ  પણે  માને  છે  કે  વિષય  નિષ્ણાત  શિક્ષકોની  સક્રિય  ભાગીદારી  થકી  વિધ્યાર્થીઓને  ચોક્કસપણે કઇંક  વિશેષ  આપી  શકાય.  અલગ  અલગ  વિષય  નિષ્ણાત  શિક્ષકો  તરફથી  વૈવિધ્યપૂર્ણ  પ્રશ્નો  રજૂ  કરવામાં  આવે  તો  તેનો  ફાયદો  અંતે  તો  વિધ્યાર્થીઓને  જ  છે  તેમજ  શિક્ષકોને  આ  કાર્યમાં  પોતાનો  ફાળો  આપ્યાનો  આત્મસંતોષ  રહે  છે.

  • શાળાના  વિષય  શિક્ષકો પ્રશ્નો  શી  રીતે  રજૂ  કરી શકે છે ?

ગુજરાત  ગૌરવ ફાઉન્ડેશનની  વેબસાઇટ  પર  ‘Teachers'  Corner’ પર  આપેલા  પત્રકમાં  પ્રશ્ન – વિકલ્પો  અને  સાચો  જવાબ  લખી  શાળાના  આચાર્યશ્રીના  સહી  સિક્કા  કરાવ્યા  બાદ  આ  પત્રક  સંસ્થાને  મોકલવાનું  રહેશે.  સંસ્થાના  વિષય  નિષ્ણાત  શિક્ષકો  દ્વારા  કસોટીઓ  માટે  જે  પ્રશ્નો  પસંદ  કરવામાં  આવશે  તે  પ્રશ્નો  મોકલાવનાર  વિષય  શિક્ષકોની  નોંધ  સંસ્થાની  વેબસાઇટ  પર  રજૂ  કરવામાં  આવશે.