Gujarat
Gaurav
Foundation

Attention Students !

Specially Designed Concept Based ONLINE Test Modules in subjects like Mathematics, Science and General Knowledge; Specially for all the aspirants Grade 1 to 10;Both the Medium: English / Gujarati Ensure Conceptual Understanding Gradually & Enjoy Freedom From Cramming !

" ગુજરાત  ગૌરવ "  એ  ગુજરાતી  ભાષામાં  આયોજીત  સર્વ પ્રથમ  ક્ષમતા  આકલન  સ્પર્ધાત્મક  કસોટી   છે.   શૈક્ષણિક  વર્ષ   2021 - 22  થી  અંગ્રેજી  માધ્યમના  વિદ્યાર્થીઓ   માટે  પણ  આ  ક્ષમતા  આકલન  કસોટીઓ  ઉપલબ્ધ  કરવામાં  આવેલી   છે.  આ  કસોટીનો   મુખ્ય   ઉદ્દેશ્ય   ગુજરાતી /  અંગ્રેજી  માધ્યમમાં   અભ્યાસરત   પ્રાથમિક / માધ્યમિક    વિભાગના   વિદ્યાર્થીઓની    શૈક્ષણિક,  તાર્કિક   અને   વૈચારિક   ક્ષમતા   વિકસીત   કરવા   ઉપરાંત   પ્રારંભિક   શૈક્ષણિક   કક્ષાએથી   જ  રાજ્ય  સ્તરની   સ્પર્ધાત્મક   કસોટીઓ    માટે   માનસિક   રીતે   સક્ષમ  કરવાનો   છે

ધોરણવાર   સંપૂર્ણપણે   વાર્ષિક   પાઠ્યક્રમ   ઉપર   આધારિત   પરંતુ   વિદ્યાર્થીઓની   વૈચારિક   શક્તિ  અને  ક્ષમતાને  આહવાહન   આપતા   વિશિષ્ઠ પણે   તૈયાર  કરવામાં   આવેલ   બહુવિકલ્પીય   પ્રશ્નો  આધારિત   આ   પ્રકારની  કસોટીઓ   પ્રત્યેક   વિદ્યાર્થીને   વિષયવાર   વિવિધ  વિભાગોની  સમજ   અને   આવડત   અંગે   આધારભૂત   ખ્યાલ   તો   આપે   જ   છે   તદુપરાંત   તે   અંગે    ભવિષ્યના   શૈક્ષણિક     આયોજન   કરવા  અંગે સ્પષ્ટ   રૂપરેખા   પણ   પૂરી   પાડે   છે.

પ્રત્યેક   વિદ્યાર્થી   શાળા   કક્ષાએ   વિષય  નિષ્ણાંત   શિક્ષકના    માર્ગદર્શન   હેઠળ   વિષય  વસ્તુ   અંગે   પોતાના  જ્ઞાન   અને  સમજ   એકત્રિત   કરી   વિવિધ   રીતે  તેના   ઉપયોગ   અને   ઉપયોજનની   ક્ષમતા   વિકસાવી  સફળતા   સુનિશ્ચિત   કરતા  હોય  છે.  સ્વાભાવિક   છે   કે   શાળા   કક્ષાએ   આવું   માર્ગદર્શન   આપનારા   વિષય  નિષ્ણાંત   શિક્ષકો   મર્યાદિત  સંખ્યામાં   હોય.  દરેક   વિદ્યાર્થીને  જયારે   રાજ્ય  કક્ષાની   શૈક્ષણિક   હરીફાઈનો  સામનો  કરવો  અનિવાર્ય  છે  ત્યારે  તેમને  પહેલેથી  જ   એ  સ્તરની   અપેક્ષાઓનો  સક્ષમતાથી  સામનો   કરવા   જરૂરી   મહાવરો  અને  માવજત  અનિવાર્ય  બની  રહે છે.

ઉપરોક્ત   હકિકતો   અને    જરૂરિયાતોને   ધ્યાને   લઇ    વિદ્યાર્થીઓની   વૈચારિક   અને   તાર્કિક   ક્ષમતાઓના   નિષ્પક્ષ   આકલન   હેતુ   શિક્ષણ  ક્ષેત્રનો વર્ષોનો   અનુભવ    ધરાવતા   શિક્ષણવિદોના   સાથ-સહકાર   સાથે   સર્વ   પ્રથમ   વાર   ગુજરાતી / અંગ્રેજી   ભાષામાં   રાજ્ય   સ્તરીય   ક્ષમતા  આકલન   કસોટીઓ  " ગુજરાત   ગૌરવ " નું   સુદ્રઢ   આયોજન  કરવામાં   આવેલ  છે   જે    પ્રતિ  વર્ષ   ઉપલબ્ધ   બની   રહેશે.  વિદ્યાર્થીઓની   વૈચારિક   અને  તાર્કિક   ક્ષમતાઓના   નિષ્પક્ષ   આકલન   હેતુ   શિક્ષણ  ક્ષેત્રનો  વર્ષોનો  અનુભવ  ધરાવતા   શિક્ષણવિદોના  સાથ-સહકાર   સાથે  રાજ્ય   સ્તરીય   ક્ષમતા  આકલન   કસોટીઓ   " ગુજરાત   ગૌરવ " નું   સુદ્રઢ   આયોજન.

 

" ગુજરાત   ગૌરવ " :  વિશેષતાઓ

  • માતૃભાષા  ગુજરાતી  અને  અંગ્રેજી  ભાષામાંં   રાજ્ય  સ્તરની   ક્ષમતા  આકલન   કસોટી.
  • તાર્કિક   અને   વૈચારિક   ક્ષમતા આધારિત   બહુવિકલ્પીય  કસોટીપત્રો.
  • તમામ   વિદ્યાર્થીઓને   ક્ષમતા   વિકાસ / ચકાસણી  માટે   સમાન   તક.
  • પ્રત્યેક   વિદ્યાર્થીને  રાજ્ય  સ્તરે  પોતાની  ક્ષમતા  સ્થિતિનો   સ્પષ્ટ   ખ્યાલ.
  • વર્ષોના   અનુભવી   વિષય  નિષ્ણાતોના   માર્ગદર્શન   હેઠળના   કસોટીપત્રો.
  • ધોરણ  અને   વિષયવાર   તમામ   જરૂરી  પાસાઓનો   સુરેખ  સમાવેશ.
  • ક્ષમતા   કસોટીઓ   વિદ્યાર્થીઓના   શૈક્ષણિક  વિકાસ  માટે   અત્યંત   ઉપયોગી.
  • કસોટીપત્રોની   વિશિષ્ઠ  ઢબે  ચકાસણી  અને  તેનું   વિગતવાર   વિવરણ.

 " ગુજરાત   ગૌરવ " :  વિદ્યાર્થી / વિષય શિક્ષક / આચાર્ય / શાળા  માટે  વિશેષ

  • શાળાકીય  સ્તરની  કસોટીઓનું   આયોજન  પોતાની  જ  શાળા  ખાતે.
  • ક્ષમતા  આકલન  કસોટી   આપનાર  તમામ   વિદ્યાર્થીઓને   વિષયવાર  પ્રમાણપત્ર.
  • ધોરણવાર  પ્રથમ / દ્વિતીય / તૃતીય  વિધાર્થીઓને   વિશેષ  સન્માન. ( ધોરણ - વિષયવાર  ર0  કે  વધારે  વિદ્યાર્થીઓની નોંધણી  જરૂરી )
  • વિશેષ  સન્માન  પ્રાપ્ત  વિદ્યાર્થીઓને  શહેર / જિલ્લા / રાજ્ય  કક્ષાની કસોટીઓમાં  નામાંકન.
  • શાળા  કક્ષાએ   ક્ષમતા  આકલન   કસોટી  માટે સંકલનકર્તા  વિષય શિક્ષકોને  વિશેષ  પ્રમાણપત્ર.
  • શાળાના  આચાર્યશ્રીને  વિશેષ  સન્માન  પ્રમાણપત્ર.
  • જિલ્લા / રાજ્ય   કક્ષાએ   પ્રથમ / દ્વિતીય / તૃતિય  વિદ્યાર્થી  /  વિષય  શિક્ષક / આચાર્ય / શાળા નું    વિશેષ   સન્માન

 

"ગુજરાત  ગૌરવ " - ગુજરાતી / અંગ્રેજી  ભાષામાં  આયોજીત  સર્વ પ્રથમ  ક્ષમતા  આકલન  સ્પર્ધાત્મક  કસોટીનો   મુખ્ય   ઉદ્દેશ્ય   ગુજરાતી / અંગ્રેજી  માધ્યમમાં   અભ્યાસરત   પ્રાથમિક / માધ્યમિક   વિભાગના   વિદ્યાર્થીઓની    શૈક્ષણિક,  તાર્કિક   અને   વૈચારિક   ક્ષમતા   વિકસીત   કરવા   ઉપરાંત   પ્રારંભિક   શૈક્ષણિક   કક્ષાએથી   જ  રાજ્ય  સ્તરની   સ્પર્ધાત્મક   કસોટીઓ    માટે   માનસિક   રીતે   સક્ષમ  કરવાનો   છે.

 

આ  કસોટીઓ  નીચે  દર્શાવ્યા  પ્રમાણે  આયોજીત  કરવામાં  આવશે :

  • પ્રત્યેક  વિષયના  પ્રશ્નપત્ર  50  માર્કસના  રહેશે.
  • દરેક  પ્રશ્ન  1  ( એક )  ગુણનો  ગુણભાર  ધરાવે  છે.
  • પ્રશ્નોના  જવાબ  OMR પ્રકારની  જવાબવહી   પર  લખવાના  રહેશે.
  • દરેક  પ્રશ્નપત્ર  બહુવિકલ્પિય  પ્રશ્નો ચાર  વિકલ્પો  ધરાવતા  હશે  જેમાંના  સાચા  વિકલ્પ  દર્શાવતા  જવાબના  વર્તુળને  ઘટ્ટ  કરવાનું  રહેશે.
  • વધારાની  OMR  જવાબવહીઓ ઉપલબ્ધ  નહીં  હોય  તેથી  વિધ્યાર્થીઓ  દરેક  વિગતો  અને  જવાબ  વ્યવસ્થિત  રીતે  લખે  તે  અંગે  ખાસ  સૂચના  આપવી.
  • પ્રશ્નપત્રના  જવાબ  લખવા  માટે  60  મિનિટનો  સમયગાળો  રહેશે  તેમજ  OMR  જવાબવહી  ની  વિગતો  ભરવા  માટે  વધારાનો  15  મિનિટનો  સમયગાળો  રહેશે.
  • શાળાએ  નિર્ધારિત  કરેલી  તારીખોએ  કસોટીઓ  પૂર્ણ  થયેથી  વિધ્યાર્થીઓએ  સહી  કરેલી  હાજરીનોંધ  પત્રક  અને OMR  જવાબવહીઓ  સંસ્થાના  સરનામા  પર  શાળાના  આચાર્યશ્રીએ  રજિસ્ટર્ડ  પોસ્ટ  સેવા  દ્વારા  મોકલી  આપવાના  રહેશે.
  • ગેરહાજર  વિધ્યાર્થિઓની  OMR  જવાબવહીઓ  પર  “ ABSENT”  દર્શાવી  શાળાના  આચાર્યશ્રીના  સહી  સિક્કા  સાથે  ક્રમાનુસાર  ગોઠવીને  મોકલવાની  રહેશે.  જે  તે  વિષયના  પ્રશ્નપત્ર  વિધ્યાર્થીને  શાળામાં  હાજર  થયેથી  આપવાના  રહેશે.
  • ગેરહાજર  વિધ્યાર્થીની  ફેર  પરીક્ષા  અન્ય  તારીખે  લેવાનું શક્ય  બનશે  નહીં.
  • સંસ્થા  દ્વારા  ક્ષમતા  આકલન  કસોટીઓનું  પરિણામ – પ્રમાણપત્રો  વિગેરે  શાળાના  સરનામે  મોકલી  આપવામાં  આવશે.