|
: સૂચના :• શાળા નામાંકન ક્રમાંક ગુજરાત ગૌરવ ફાઉન્ડેશન દ્વારા ફાળવવામાં આવેલો શાળા નોંધણી નંબર છે જે આપની શાળાના પ્રથમ નોંધણી સમયે ગુજરાત ગૌરવ ફાઉન્ડેશન દ્વારા ફાળવવામાં આવે છે તેમજ ભવિષ્યમાં તમામ સંપર્ક / પત્રવ્યવહાર સમયે શાળા નામાંકન ક્રમાંક નિર્દેશિત કરવો આવશ્યક રહેશે. • શાળાના ચોક્કસ સરનામા સાથે શાળા, શાળાના આચાર્યશ્રી, શાળા સંયોજકશ્રી અને વિષય સંયોજક શિક્ષકશ્રીના ફોન નંબર દર્શાવવા સંદેશાવ્યવહાર માટે આવશ્યક છે. • વિદ્યાર્થીઓના પરીક્ષા પ્રવેશ પત્ર અને પરીક્ષા પ્રમાણપત્ર પર શાળાનું નામ શાળા નામાંકન પત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જ રહેશે. કૃપા કરી શાળા નામાંકન પત્રકમાં આપણી શાળાનું નામ અત્યંત ચોક્સાઇપૂર્વક લખવું. • School Co-ordinator એટલે શાળા દ્વારા જે કર્મચારીની નિમણૂંક સમગ્ર વર્ષ દરમ્યાન આ કસોટીઓ સંબંધિત તમામ શાળાકીય સંકલન કાર્યો માટે કરવામાં આવી હોય તે કર્મચારીશ્રી. Subject Co-ordinator એટલે શાળા સ્તરે જે વિષય શિક્ષકની કોઈ ખાસ વિષય અર્થે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા નિમણુંક કરવામાં આવી હોય તે વિષય શિક્ષકશ્રી. કસોટી સંકલન કાર્ય હેતુ તેઓના ફોન નંબર દર્શાવવા આવશ્યક છે. • આપની શાળાના જેટલા વિદ્યાર્થીઓ આ રાજ્ય સ્તરની સ્પર્ધાત્મક ક્ષમતા આકલન કસોટી આપવા ઇચ્છતા હોય તે બધા વિદ્યાર્થી પાસેથી પ્રતિ વિષય રૂ. 100 / - કસોટી ફી તરીકે શાળા સ્તરે એકત્રિત કરી કુલ રકમનો " ગુજરાત ગૌરવ ફાઉન્ડેશન " રાજકોટ, ના નામનો બેન્ક ડિમાન્ડ ડ્રાફ્ટ કુરિયર સર્વિસ / રજીસ્ટર્ડ પોસ્ટ સર્વિસ દ્વારા નીચે દર્શાવેલા અધિકૃત સરનામે મોકલવાનો રહેશે. • બેન્કના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે શાળા નામાંકન પત્રક / ધોરણવાર નોંધાયેલા વિદ્યાર્થીઓની સૂચિપત્રકો / વિષય શિક્ષકો તરફથી સૂચવવામાં આવેલ વિશિષ્ઠ પ્રશ્ન સૂચિ જેવા તમામ જરૂરી પત્રકો બિનચુક મોકલવાના રહેશે. • શાળા દ્વારા ક્ષમતા આકલન કસોટી માટે નામ નોંધણી કરાવનાર પ્રતિ વિદ્યાર્થી પાસે પ્રતિ વિષય કસોટી રૂ. 20 / - પરીક્ષા સંકલન ખર્ચ હેતુ શાળા સ્તરે લઇ શકે છે. ( પત્રવ્યવહાર / વિષય માર્ગદર્શન / શાળા સ્તરે કસોટી વ્યવસ્થા / શિક્ષકોને માનદ મહેનતાણા તરીકે આપવા થતી રકમ વિગેરે ખર્ચ હેતુ ) આ રકમ શાળાએ ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનને મોકલવાની રહેતી નથી. • ક્ષમતા આકલન કસોટી માટે શાળા નામાંકન અને આપના તમામ વિદ્યાર્થીઓની નોંધણી ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનની નીચે દર્શાવેલ વેબસાઈટ પર કરાવો તે વિશેષ આવકાર્ય છે. આ પ્રકારે નોંધણી કરાવતા સમયે વર્ગ અને વિષયવાર વિદ્યાર્થીઓની સૂચિ તેમજ બેન્ક ડિમાન્ડ ડ્રાફ્ટ ની વિગતો તૈયાર રાખવી જેથી નામાંકન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય. • આ પ્રકારે નામાંકન પ્રક્રિયા પૂર્ણ કાર્ય બાદ શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરેલા તમામ પત્રકો અને બેન્ક ડિમાન્ડ ડ્રાફ્ટ ગુજરાત ગૌરવ ફાઉન્ડેશનના નીચે દર્શાવેલા અધિકૃત સરનામે રજીસ્ટર્ડ એ. ડી. પોસ્ટ દ્વારા મોકલવાના રહેશે. બેન્ક ડિમાન્ડ ડ્રાફ્ટ અને તમામ પત્રકોની નકલ આપના સ્તરે દફતરે રાખવી હિતાવહ છે. • ગુજરાત ગૌરવ કસોટી અંગે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો રોકડ વહીવટ કરવાનો થતો નથી. • ગુજરાત ગૌરવ કસોટી અંગે કોઈ પણ પત્રવ્યવહાર નીચેના સરનામે કરવો : |